રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૪)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૪)

 



(છેલ્લો એક મહિનો બાકી)

 

                    એ દિવસે ધીરેનભાઈ અને નિશાંત સાથે ચા-નાસ્તો કરવા બેઠા હતા. ધીરેનભાઈ ગ્રીન ટી ફૂંક મારી ઠારી રહ્યા હતા. નિશાંતને મોડુ થતું હતું તો તે ફટાફટ ગ્રીન ટી પી ગયો.

“હું જાવ છું. સાંજે મળીએ.” ઊભા થતાં બોલ્યો અને મોરિ પાસે ગયો. પાણીથી મગ સાફ કરી, પાણી સોંસરવો કાઢ્યો. તેના ફોનમાં કોલ આવી રહ્યો હતો. ફટાફટ હાથ લૂંછી, ફોન પર વાત કરતાં કરતાં મગ રસોડામાં મૂકવા ચાલ્યો.

 

                    ધીરેનભાઈ ધ્યાનથી તેને જોઈ રહ્યા હતા. નિશાંત વાત કરતાં-કરતાં તેના કક્ષમાં ચાલ્યો, પછી ત્યાંથી બેગ લઈ ઓફિસ જવા નીકળી ગયો. એ ગયો એટલે ધીરેનભાઈ બૂમ પાડી બોલ્યા:”લ્યો હાલો, સા ને થેપલા આવવા દ્યો...”કહી ગ્રીન ટી બાજુમાં સરકાવી. આ ખેલ ઘરના રોજ જોતાં. એમાં પણ બંને જો સાથે ચા-નાસ્તો કરવા બેસતા ત્યારે ધીરેનભાઈએ ગ્રીન ટી પીવાનું નાટક કરવું પડતું. બાકી એમને નામથી પણ ગ્રીન ટી ભાવતી ન હતી. ૩ રકાબી ચા અને પાંચ થેપલા આરોગી તેમણે દુકાન જવા તૈયાર થયા.

 

                    સાંજે રોજની જેમ નિશાંત બધા કરતાં પહેલા કામેથી આવ્યો. ફ્રેશ થઈ તે શાલકીના કક્ષ પાસે ગયો. શાલકી ભણી રહી હતી. બારણે ટકોરા સાંભળી તે દરવાજે આવી.

“શું કરે છે?” નિશાંતે પૂછ્યું.

“વાંચું સુ.”

“બરાબર. એમ.સી.એ. લાસ્ટ યરમાં છો ને તું?”

"હા.”

“ગૂડ. મેં ડેટા એનાલિસિસ કર્યું છે.”

“મને ખ્યાલ સે.”

“જો તારે એમાં અથવા જાવા કે બીજી કોઈ લેન્ગ્વેજમાં કઈ મદદ જોઈતી હોય તો મને કહી શકે છે.”

“અંહા!”

“યસ.”

“એક્સલ ડેટા સાઇટમાં ઉતારવાનો ટ્રાય કરું સુ પણ સી.એમ.ડી. કીપ થ્રોવિંગ એન એરર!”

“દેખાડ.”

શાલકીએ તેનો ચોપડો બતાવ્યો. એમાં કોડિંગ બધુ હાથથી લખ્યું હતું.

Are you kidding me?(તું મારી સાથે મજાક કરી રહી છું?)” કહી તે હસ્યો.

“નો યાર. Please don’t laugh. I have a good reason for that.” (મહેરબાની કરીને હસીસ નહીં, એના માટે મારી પાસે વ્યાજબી કારણ છે)

Oh, Is it? May I know it?” (અચ્છા એમ? હું જાણી શકું?)

No. પેલા ક્યો સી.એમ.ડી. એરર કેમ આલે સે?”

“તું બેચલરમાં ભણતી હોવ એમ કરે છે યાર. કઈ લેન્ગ્વેજ યુઝ કરે?”

“જાવા.”

“તો એમાં ટ્રાય કર. એડમીન પેજ બનાવ. બાર્સ અને ફંક્શન ટૂલ સેટપ કર. મેઇન બોડીમાં હાઇપર લિન્ક મૂક અને પછી ઇન ઓર્ડર ઓફ ડેટા પુટ ઇન ધી એડમીન પેજ. ઈટ વિલ રિફલેક્ટ ઇન યોર પેજ બોડી.” નિશાંત ટેકનિકલ ભાષામાં તેને સમજાવી રહ્યો હતો. થોડું ઘણું શાલકીને સમજાયું. બાકી બાઉન્સ ગયું. તેણે કહ્યું:” મને પીસીમાં સમજાવો.”

“સ્યોર. તારું પીસી ચાલુ કર...” તે અંદર આવ્યો. કંપયુટરમાં Windows XP સિસ્ટમ હતી. પી.સી. ચાલુ થયું તેમાં યુઝર નેમ સુરભિ લખ્યું હતું. શાલકીએ પાસવર્ડ નાખી કંપયુટર ચાલુ કર્યું. ડેસ્કટોપ પર સુરભિનો ફોટો હતો. નિશાંતને ખ્યાલ આવી ગયો કેમ શાલકીએ કોડિંગ નોટબુકમાં કર્યું હતું. તેના રૂમમાં એને કમફરટેબલ લાગી રહ્યું હતું. તે બોલ્યો:”રેવા દે. મારા લેપટોપમાં ટ્રાય કરીએ. મારી પાસું નવું વર્ઝન છે જાવાનું. ઇનો એક્સપિરિયન્સ તું કરી જો...”

“સારું.”

 

                    બંને નિશાંતના કક્ષમાં ગયા. તેઓ પલંગને ટેકે ફરસ પર બેઠા. લેપટોપ ચાલુ થઈ રહ્યું રહ્યું હતું, દરમિયાન શાલકી બોલી:”અરે...”

“શું થયું?”

“મારી ફાઇલ મારા પીસીમાં સે, ઈના વગર કેમનું કરીશું?”

“મેઈલ કરી દે મને.”

“એના કરતાં મારી પાસે પેન ડ્રાઈવ સે, હું એમાં લેતી આવું.” કહેતા તે ઊભી થઈ અને બ્હાર ચાલી ગઈ.

 

                    પાંચ કે સાત મિનિટ બાદ તે આવી. પેન ડ્રાઈવમાંથી ફાઇલ લેપટોપમાં લઈ નિશાંત તેનું કોડિંગ વાંચવા લાગ્યો. દરમિયાન સિક્યોરિટી અડ્રેસ, સેફ પાસ અને વેબ સિક્યોરિટી અંગે શાલકી પૂછી રહી હતી. નિશાંત તેને જવાબ આપતો રહેતો સાથે સાથે તેના કોડિંગમાં ઘણી ભૂલો હતી, એ સુધારી રહ્યો હતો. તેણે કોડિંગમાં ક્યાં કયો ફોર્મ્યુલા મૂકવો જોઈએ. એ સમજાવ્યું. એટલું કરતાં કરતાં ૮:૦૦ વાગી ગયા. જમવાનો સમય થયો. તેમણે જમવાની બ્રેક પાડી.

 

                    પ્રથમ દિવસ જેમ આજે નિશાંત-ધીરેનભાઈ પાસે જમવા બેઠા હતા. સામે સિદ્ધાર્થ, સુરભિ, શાલકી અને દિનકરરાવ બેઠા હતા. નિશાંતને ખબર નહીં શું સૂઝયું, તે બોલ્યો:“મારે શાલકી સાથે એક રાત સાથે રહેવું છે.”

શાલકીએ ચમચી થાળીમાં મૂકી દીધી અને ગંભીર નજરે તેને જોઈ રહી.

“હેં? હુ બોયલા?” ધીરેનભાઈએ કહ્યું. બધા નિશાંતને જોઈ રહ્યા.

“ગભરાશો મા. એવો કોઈ ઇરાદો નથી મારો. બસ, એકબીજાને વધુ સારી રીતે જાણવા, નજીક આવવા માટે.”

“તે આ બોવ નજીક નથી આવી રયા તમે?”સિદ્ધાર્થે કહ્યું.

“તો કઈ ખોટું છે એમાં?” નિશાંતે પૂછ્યું. સૌ ચૂપ થઈ ગયા.

 

                    જ્યાં સુધી કઈ કરે નહીં, ત્યાં સુધી ધીરેનભાઈને કોઈ વાંધો ન હતો, તેમણે મંજૂરી આપી. શાલકીને વિશ્વાસ ન હતો આવતો કે તેના પપ્પા આ બાબત માટે પરવાનગી આપશે. તેમણે વિશ્વાસ મુક્તા કહ્યું:

“હું કોણ તમારી જિંદગીને કાબુમાં રાખવા વારો? તમે બંને પરિપક્વ સો અને જાણો સો તમારા માટે હુ હારુ અને હુ ખરાબ પણ આના કોઈ ખોટા પરિણામો આયવા તો તકલીફ ઊભી થાશે.”

“એવું નય થાવા દવ. એમ પણ અમે કદાચ એનું કામ જ કરવાના છીએ લેપટોપમાં. એ વહેલા પત્શે તો વાતું કરીશું. ને મોડા પત્શે તો એ એના રૂમમાં જઈને ઊંઘી જશે.” નિશાંતે કહ્યું.

“હારુ.” ધીરેનભાઈએ કહ્યું.

 

                    જમી પરવારી બધા ઊભા થયા. થાળી સૌએ મોરિમાં મૂકી. હીંચકા પર ધીરેનભાઈ-સિદ્ધાર્થ ગોઠવાયા. બાજુમાં દિનકરરાવ આરામથી બેસ્યા. નિશાંત તેના કક્ષ બાજુ ચાલ્યો. તે જઈ રહ્યો હતો ત્યારે ધીરેનભાઈએ પૂછ્યું:

“સેટલા વાગે પયત્શે તમારું કામ?”

“કામ તો કલાકમાં પતી જાશે પણ અમારે વાર લાગશે.” નિશાંત બોલ્યો.

 

                    મોરિ પાસે ઊભી ઊભી શાલકી સાંભળી રહી હતી, તેના મનમાં આવો જવાબ સાંભળી ધ્રાસ્કો પડ્યો. કે હમણાં પપ્પા ખીજાશે પણ અગાઉ પરવાનગી મળી ગઈ હતી, જે જવાબ મળ્યો એની સામે તેમણે મૂંગા થઈ ગયા અને ફાકી બનાવા લાગ્યા.

 

                    નિશાંત થાકી ગયો હતો. પોતાના માટે સાચા જીવનસાથીની પસંદગી કરવા માટે કરવી પડતી આ જહેમતમાં મગજ ઘસવું પડતું હતું. તે આ ઘરના લોકો કરતાં જુદો હતો, તેના વિચારો અલગ હતા. તે બધાની રહેણીકરણીમાં ફર્ક હતો. ક્યાં સુધી આ બધુ સહન કરવું પડશે? એમ વિચારતા તે પલંગ પર પડ્યો અને આંખો બંધ કરી તર્ક-વિચારણામાં ગૂંથવાયો.

 

                    અર્ધો કલાક વીતી ગયો. તેના કક્ષમાં અંધારું હતું. માણસની કાયા જેવુ પલંગ પર દેખાઈ આવે એટલો આછો પ્રકાશ બારીમાંથી પથારી પર પડી રહ્યો હતો. તેને લાગ્યું શાલકી નહીં આવે. ભૂલ કદાચ મારી જ હતી. મારે પૂછી જોવું હતું એને કે તે રાતે એમ આવવા રાજી થશે કે નહીં? જોકે, એનું કામ જ પતાવાનું હતું તો કેમ ન આવી? કદાચ, આ કુટુંબમાં બધાની માનસિકતા એવી હશે? તેને એવો વિચાર આવ્યો. ઊઠીને તે એકી કરવા બ્હાર ચાલ્યો. પરસાળમાં ધીરેનભાઈ અને દિનકરરાવ હીંચકા બાજુ વાતો કરી રહ્યા હતા. સિદ્ધાર્થ ઉપર તેના કક્ષમાં ચાલ્યો ગયો હતો.

 

                    રમીલાબેન-કાજલબેન તેમના કક્ષમાં વાતો કરી રહ્યા હતા. શાલકીના કક્ષનો દરવાજો બંધ હતો.

 

                    રાતે સવા દશ વાગતા દિનકરરાવ અને ધીરેનભાઈ પણ સુવા માટે જતાં રહ્યા. રમીલાબેન-કાજલબેન બાકીની વાતો કાલ માટે બાકી રાખી સુવાની તૈયારી શરૂ કરી. બધા જતાં રહ્યા ત્યારે શાલકીએ દરવાજા બ્હાર ડોકાચીયું નાખી ખરાઈ કરી કોઈ પરસાળમાં છે કે નહીં? કોઈને બ્હાર ન ભાળતા અવાજ કર્યા વગર, હાથમાં નોટ-પેન અને DBMS નામની જાડી ચોપડી લઈ રસોડામાં ગઈ. ચવાણું-વેફરનો એક વાટકો ભર્યો, રેફ્રીજરેટરમાંથી જ્યુસના જગમાંથી એક લોટો જ્યુસ ભર્યો. પાણીની બોટલ લીધી. ચોપડા, વાટકો, લોટો અને પાણીની બોટલ લઈ તે સાવચેતીથી નિશાંતના કક્ષ તરફ ગઈ. તેણે દરવાજો હળવેથી ખખડાવ્યો.

 

                    નિશાંત સૂઈ ગયો હતો. શાલકીએ ફરી ટકોરા માર્યા. નિશાંતને અવાજ સંભળાયો પણ તે ઘેનમાં હતો. શાલકીએ દરવાજનું કમાડ અંદર સહેજ જતું જોયું. મતલબ કે દરવાજો બંધ ન હતો. અચાનક ઊંઘમાંથી નિશાંત ઝપક્યો અને બોલ્યો:”શાલકી આવવાની છે!” તે સફાળો બેઠો થયો. દરવાજો ઉઘાડી શાલકી અંદર પ્રવેશી, નીચે લોટો મૂકી, દરવાજો આડો કરી, લાઇટ ચાલુ કરી. એકાએક લાઇટ ચાલુ થતાં નિશાંતની આંખો બંધ થઈ ગઈ. આંખ ઝીણી કરી તેણે શાલકી સામે જોયું. નાઇટી અને ટી-શર્ટ તેણે પહેરી હતી. થોડી થોડી બોડી સ્પ્રેની ખુશ્બુ આવી રહી હતી. તેણે વાળ બાંધ્યા હતા પણ એવી રીતે બાંધ્યા હતા કે બંને બાજુ થોડા વાળ છૂટા રહે. એવી સ્ટાઇલથી તે આકર્ષક લાગી રહી હતી. તેણે આંખોમાં કાજળ લગાવ્યું હતું અને હોઠ પર લિપસ્ટિક લગાવી હતી. લાગતું હતું તે નિશાંત માટે તૈયાર થઈ હશે. તેના હાથમાં ચોપડા અને વાટકો હતો.

“ઊંઘી ગ્યાંતા?” તેણે પૂછ્યું.

“તારી વાટ જોતોતો, થોડીવાર આડો પયડો તો ક્યારે આંખ લાગી ગય ખબર જ નો પયડી... આવ ને અંદર, આવ.”

 

                    શાલકી અંદર આવી. જ્યાં પહેલા બેઠા હતા ત્યાં ફરી બંને ફરસ પર બેઠા. નિશાંત તેના હોઠ તરફ જોઈ રહ્યો હતો. તેના લાલ હોઠ નિશાંતને તેની તરફ સંમોહિત કરી રહ્યા હતા. વારેઘડીયે તે શાલકીના હોઠ તરફ જોઈ રહ્યો હતો. તેણે લેપટોપ ચાલુ કર્યું. સિસ્ટમ ચાલુ થઈ રહી હતી. બંને સિસ્ટમ ચાલુ થાય તેની પ્રતિક્ષા કરવા લાગ્યા. ખૂબ જ કમજોર અવસ્થા હતી. નિશાંત માટે ન રહેવાય કે ન સહેવાય એવી પરિસ્થિતી હતી. શાલકીનું ધ્યાન ગયું તેના પર કે નિશાંત વારે ઘડીએ તેની સામે જોઈ રહ્યો છે. નિશાંત તેની ડાબી કોર બેઠો હતો. માટે તેને શાલકીનો ડાબો ગાલ દેખાઈ રહ્યો હતો. શાલકી લેપટોપમાં લોડીંગ સ્ક્રીન જોઈ રહી હતી.

 

                    નિશાંતને તેનો સંપૂર્ણ ચહેરો જોવો હતો. આ તરફથી તો પૂરા હોઠ પણ દેખાઈ ન હતા રહ્યા. તેણે વિચાર કરી જોયો. આમ, અર્ધી રાતે તૈયાર થઈ મારા રૂમમાં આવવાનો અર્થ શું? અને એ પણ નાસ્તો ને જ્યુશ લઈને આવી છે. કોડિંગ પતાવતા કલાક થાય મેક્સિમમ. તો નાસ્તો રાત માટે લાવી હયશે? ‘ને મેકઅપ કેમ કર્યો એણે? મારા માટે? જો મારા માટે કર્યો હોય તો મારે કોમેન્ટ આપવી જોઈએ. યાર... હું અર્ધો ઊંઘમાં હતો, તો એને સરખી રીતે જોઈ ન શક્યો. એક હાથથી તેણે પુસ્તકો છાતીએ ચાંપી પાછળ દુનિયાની બે નરમ માયા દબાવી રાખી હતી. એના લીધે તેના વક્ષનો આકાર ઉપરથી વધારે ઘટ્ટ બન્યો હતો. મારી સામે જે નિર્દોષતાથી તે જોઈ રહી ત્યારે થયું કે એને વળગીને બથ ભરી લઉં પણ ત્યારે એકાએક તે આવી ગઈ તો કઈ સૂઝયું નહીં. અત્યારે એવું કરું?

 

                    નિશાંત જાત સાથે આ બધી ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે તેની નજરો શાલકીના વક્ષથી તેના હોઠ સુધી પહોંચી હતી. ત્યાં જ અટકેલી આંખોથી શાલકીને ખ્યાલ આવ્યો નિશાંત તેની સામે જોઈ રહ્યો છે. કમ્પયુટર સિસ્ટમ ચાલુ થઈ પણ નિશાંતની સિસ્ટમ શાલકીના હોઠ પર અટકી હતી. શાલકીએ ડોકું ડાબી કોર ફેરવી તેની સામે જોયું. હવે, નિશાંતને તેનો સંપૂર્ણ ચહેરો દેખાઈ રહ્યો હતો. શાલકી વિચારો અને સવાલોના વિમાસણમાં ઘેરાઈ હતી. શું ચાલી રહ્યું છે? નિશાંત કેમ આમ તેને જોઈ રહ્યો છે? શું કરવું જોઈએ? એવી કઈ સૂઝ તેને ન પડી. તે એની આંખોમાં જોઈ રહી. બે ઘડી બંને થંભી ગયા. શાલકીનો ચહેરો ગંભીર થયો. નિશાંત કેમ આમ વિચિત્ર રીતે તેને જોઈ રહ્યો હતો? આવી રીતે ક્યારેય તે મારી સામે જોઈ રહેતો ન હતો. આજે શું હતું? તેને પ્રશ્નો થયા, જે નેણ ઊંચા કરી પૂછ્યું:”શું?”

 

                    તેને ખ્યાલ આવ્યો કે આમ ન જોઈ રહેવાય. તેણે માથું નકાર્યું. લેપટોપ ચાલુ થઈ ગયું છે, એવું ભાન પડતાં તે પ્રોગ્રામ ખોલવા લાગ્યો. શાલકી પણ લેપટોપની સ્ક્રીન સામે જોઈ રહી. પ્રોગ્રામ ખૂલતાં અર્ધી એક મિનિટ લાગવાની હતી. ફરી બંને વેઇટ કરવા લાગ્યા. નિશાંતથી રહેવાતું ન હતું. શાલકી તેની પાસે બેસી હતી અને તેના દેહમાંથી અત્યંત ઉત્તેજક ખુશ્બુ આવી રહી હતી. ઊંડો શ્વાસ ભરી ઉતારી શકાય એટલી તેની ખુશ્બુ પોતાની અંદર ઉતારવાનો નિશાંતે પ્રયત્ન કર્યો અને છેવટે મૌન તોડ્યું:

“જો મેં આવું કઈ...”

“હું ચવા...”

 

                    બંને એક સાથે બોલ્યા. તો ખ્યાલ ન આવ્યો કે સામેવાળી વ્યક્તિ શું બોલી?

“શું? બોલ.”

“હા, બોલો” શાલકીએ કહ્યું.

“તું કહી દે, શું કેવું છે તારે?”

“કાંય નૈ, એમ કેતીતી કે હું ચવાણું અને વેફર લાવીસુ.”

“ઓકે.”

“તમે હું કેતાતા.”

“જો મેં આવું કઈ વિચાર્યું ન હતું કે મારૂ કઈ પ્લાનિંગ ન હતું. આ તો તું આમ તૈયાર થઈને આવી એટલે મારે કરવું પયડશે.”

“હુ હું કરવું પયડશે?”

“હુ આ બાબત સગાઈ પહેલા લાવવા જ ન હતો માંગતો.”

“ચૈ વાત? હુ ક્યો સો? એટ્...”

 

                    શાલકી બોલી રહી હતી ત્યાં નિશાંતે તેના હોઠ પર હોઠ મૂકી દીધા. અચાનક નિશાંતે અપનાવેલા આ વલણથી તે મુગ્ધ થઈ ગઈ. તેની આંખો મોટી થઈ અને બે ઘડી બાદ ઝીણી થઈ, બંધ થઈ. નિશાંતે તેના ગાલે હાથ મૂકી એના હોઠનું રસપાન કરી રહ્યો હોય એમ તેના હોઠ શાલકીના હોઠ સાથે ઉપર-નીચે થઈ રહ્યા હતા. શાલકીએ થોડું તેનું મુખ ખોલ્યું. નિશાંતે જીભ અંદર જવા દીધી. નિશાંતનો હાથ તેના ગાલ પરથી નીચે ગરદન પર ઉતર્યો અને પછી તેના સ્તન પર અટક્યો. શાલકી તેને ચુંબન કરતી અટકી.

 

                    તેણે આંખો ખોલી નિશાંત સામે જોયું. નિશાંત થોભયો. તેણે શાલકીની આંખોમાં જોયું. આપોઆપ તેનો હાથ શાલકીના ઉર:સ્થળથી હટયો. તે નિશાંત સામે જોઈ બોલી:

“આપણે હુ કરી રયા સી?”

“આવું કશું થશે એ મેં વિચાર્યું નોતુ. તારી વાત સાચી છે. આવું ન કરવું જોઈએ.”

“મેં ચ્યારે કીધું એવું?”

“તો, તારી શી ઈચ્છા છે?”

“મેં ના નથી પાયડી કાંય.” શરમાતા શાલકી બોલી. નિશાંત તેની સામે જોઈ રહ્યો.

“ના, ખરાબ આઇડિયા છે. આપણે બીજી એક વસ્તુ કરી શકીએ...”

“હુ?”

“DBMS (Database management system) માંથી જાવા શીખી તારું કોડિંગ સુધારીએ.” કહેતા તેણે શાલકી લાવી એ પુસ્તક બતાવ્યુ.

“ઓકે.” શાલકી એટલું બોલી.

 

                    નિશાંત હસ્યો અને લેપટોપમાં શાલકીની ફાઇલ ઓપન કરી. તે ચૂપચાપ સ્ક્રીન સામે જોઈ રહી. નિશાંતની સમજાવાની પદ્ધતિ ઘણી સરળ હતી. અર્ધા કલાકમાં એડમીન પેજ બનાવી સાઇટનું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. તેણે કોડિંગ સુધારી હાઇપર લિન્ક સેટ કરી આપી. પોણા કલાકમાં બધુ કામ પૂરું થઈ ગયું. બાદમાં નિશાંતે શાલકીને મહાવરા માટે નવું પેજ બનાવા લેપટોપ આપ્યું અને એડમીન પેજ અને હાઇપર લિન્ક મૂકવા જણાવ્યુ. શાલકી કોડિંગ કરવા લાગી.

 

             દરમિયાન બંનેએ માસ્ટર્સ અને કોલેજ દરમિયાન થયેલા અનુભવો એકબીજા સાથે શેર કર્યા. એમ કરતાં કરતાં બીજો એક કલાક વીતી ગયો. શાલકીએ બેઝિક સ્ટ્રક્ચર બનાવી નાખ્યું. ડેટા ફિલ અપ કરવાનો બાકી હતો. જે પરિશ્રમ માંગે તેવું કામ હતું. બેઝિક સ્ટ્રક્ચર અને કોડિંગ તે નિખિલને બતાવા લાગી. કોડિંગની પેટર્ન જોઈને જ તેને ખ્યાલ આવી ગયો કોઈ ભૂલ નહીં હોય. છતાં, તેણે શાલકીને કોડિંગ એક્સપ્લેન કરવા દીધું. દરમિયાન તે શાલકીની સામે જોઈ રહ્યો અને વિચારતો રહ્યો:ખરેખર આ છોકરીમાં અડેપ્શન પાવર ગજબનો છે. એક વાર સમજાવ્યું અને બધુ પોઈન્ટ ટૂ પોઈન્ટ સમજી ગઈ એન્ડ ધ વે શી એક્ષ્પ્લેઇન યાર... ક્વાઇટ લાઈક એન પ્રોફેશનલ! શી ડિસર્વ્સ અ જોબ ઇન માય કંપની... એન્ડ શી ઈઝ સો બ્યુટીફુલ.(એક વ્યાવસાયિક માણસની જેમ તે સમજાવી રહી છે યાર, તે મારી કંપનીમાં નોકરી કરવાને લાયક છે અને તે કેટલી સુંદર દેખાય છે.)

 

                    તે સમજાવી રહી હતી દરમિયાન નિશાંતના ચહેરા પર હાસ્ય તરી આવ્યું. તે સ્મિત કરતાં શાલકીને જોઈ રહ્યો હતો. શાલકીએ તેની સામે જોયું. નિશાંતના ચહેરા પર હાસ્ય જોતાં તે બોલતી બંધ થઈ. તેણે પૂછ્યું:“વોટ?” (શું?)

“નથિંગ?”(કઈ નહીં)

“ધેન વ્હાય આર યુ લાફિંગ? એમ આઈ એક્ષ્પ્લેનિંગ ઇન રોંગ વે? (તો પછી કેમ તમે હસી રહ્યા છો? હુ કઈ ખોટું સમજાવી રહી છું?) તે અંગ્રેજીમાં તેનું કોડિંગ સમજાવી રહી હતી માટે અંગ્રેજીમાં વાત કરવા લાગી.

“ઇટ્સ જસ્ટ... I didn’t have taught anyone after college. યુ લુક ગૂડ, અટ્રેકટીવ.”(એ તો એમ જ, મેં મારી કોલેજ પછી કોઈને ભણાવ્યું નથી. તું સારી લાગુ છું, આકર્ષક.)

“શટ અપ યાર, યુ મેકિંગ મી અનકન્ફર્ટેબલ.” (ચૂપ થાવ યાર, તમે મને બેચેન કરી રહ્યા છો.)

“માફી પણ હુ તને જોયા વગર રહી ન શક્યો. તારું કોડિંગ બરાબર છે. હુ તારી પેન ડ્રાઈવમાં બંને ફાઇલ કોપી મારી દવ છું, તું શાંતિથી ફાઇલમાં ડેટા ફિલ કરી દેજે અથવા જૂની ફાઇલ તૈયાર છે. એ પણ યુઝ કરી શકે છે.” કહેતા નિશાંત લેપટોપમાંથી પેન ડ્રાઈવમાં ફાઇલ કોપી મારવા લાગ્યો.

“તમે સારું વેબપેજ બનાયવું. થેન્ક યુ સો મચ!” શાલકીએ જણાવ્યુ.

“ઓકે. વેલકમ.”

 

                    નિશાંતે પેન ડ્રાઈવ આપી ઊભો થયો. શાલકી પણ ઊભી થઈ આભાર માન્યો. પછી બે ઘડી એમ જ બંને ઊભા રહ્યા. બે ક્ષણ બાદ શાલકી તેના બેડ પર ચઢી અને બારી પાસે ગઈ. માથું નમાવી આકાશમાં ઉભેલા ચંદ્રને નીરખવાનો પ્રયત્ન કર્યો. તે બોલી:

“મને ઘરમાં આ રૂમ બોવ ગમતો.”

“એવું કેમ?”

“જોવોની, કેવું સરસ વાતાવરણ સે. બારે આકાશમાં ચાંદો આયાંથી સરસ દેખાયસ.”

“બરાબર.”

“અમારા રૂમમાં એક બારી સે પણ ન્યાં શાલકી હુવે સે.” કહેતા તે સીધી ફરી, પલંગ પર બેસી.

“બરાબર.” નિશાંત બોલ્યો અને બાજુમાંથી ખુરશી ખેંચી પાસે બેઠો.

“hmm… તમારી કંપની હુ કરે સે?”

DDoS.”

“ઈ હુ વળી?”

“લ્યો બોલો, આમને DDoS નથી ખબર. હુ BCA ભયણા તમે?”

“નથી એવું કાંય આયવું અમારે ભણવામાં.” શાલકીએ જણાવ્યુ.

“મારી કંપની સર્વિસ પ્રોવાઇડર છે, DDoS એટલે ‘Distributed denial of service attacks’ બે વર્ષ પહેલા ૨૦૦૮માં આખું માર્કેટ ડાઉન થઈ ગયું હતું. સૌને લાગ્યું યુએસના લીધે ગ્લોબલી મંદી આયવી છે, જે સાચું હતું પણ બીજું એક કારણ હતું, જે કોઈપણ દેશની સરકારે બ્હાર નહીં પડવા દેવાના પૂરતા પ્રયત્ન કયરા હતા.

 

                    બીજું કારણ માર્કેટ કોલેપ્સ થવાનું એ હતું કે ઈટલી દેશમાં કોક હેકરે ટ્રોજન__વન નામનો વાઇરસ ઇન્ટરનેટ પર ફરતો કયરો હતો. જે બધા નેટવર્કમાં આઈ ગયો હતો. ૨ અથવા 3 દીવસમાં વાઇરસ દુનિયાના ઓલમોસ્ટ બધા દેશમાં ઘૂસી ગયો. ધીમે ધીમે SE(સ્ટોક એક્સચેન્જ) અને અન્ય ગવર્નમેંટ વેબસાઇટને પણ અફેક્ટ થવા લાયગો. ઓલરેડી યુએસ ઈન્વેસ્ટર્સ બેન્કોનું દેવાળું ફૂંકાય ગયું હતું. જેની પાછળ મોર્ગેજ બેન્ક્સ અને રીઅલ એસ્ટેટ જવાબદાર હતા. દુનિયાની સૌથી સ્ટ્રોંગ અને મહાકાય ઓર્ગેનાઇઝેશન જેવી કે AIG અને લેહમેન બ્રધર્શ બેન્ક બિલિયન્સ ઓફ ડોલર્સના દેવા હેઠે આયવી ગ્યાં, જેની અસર ગ્લોબલ ઈકોનોમી પર થાવા લાગી. યુએસએ ડેમેજ રોકવા AIGને ૮૫ બિલિયનની મદદ કયરી. જ્યારે AIG ૯૦ બિલિયનના દેવામાં હતી. બીજી તરફ લેહમેન બ્રધર્શને એમના હાલ પર મૂકી દીધા. જેના લીધે ઓલ ઓવર ધી વર્લ્ડ બધી બેંકોએ સફર(suffer) કરવું પયડું.

 

                    જો યુએસ સરકારે AIG અને લેહમેન બ્રધર્શ વચ્ચે ઈક્વલ પૈસા આયપ્યા હોત તો એટલીસ લેહમેન બ્રધર્શ ક્લોઝ નો થાત. બીજી કોઈ બેન્ક કદાચ મદદ કરત અથવા તો અન્ય બેન્ક એક્વાયર કરી લેત પણ જ્યારે સરકારે જ હાથ નો ઝાયલો તો પ્રાઈવેટ બેન્ક શું કામ રસ લે? અંતે એક સદીથી વધારે સમયથી ચાલી આવી રહેલી લેહમેન બ્રધર્શ પર તાળું લાયગું. બેન્કે બેંકરપ્સી જાહેર કરવી પયડી અને ૨૫,૦૦૦ જેટલા લોકોએ રોજગાર ખોયો. જસ્ટ વિચાર કર દુનિયાની સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રીની વન ઓફ ધી સ્ટ્રોંગેસ્ટ બેન્ક કે જે વર્લ્ડ વોર ૧, વર્લ્ડ વોર ૨ એન્ડ ગ્રેટ ડિપ્રેશન ઓફ ૧૯૨૯ બધુય સહજતાથી પસાર કયરું, એ ૨૦૦૭ના સ્લોડાઉનમાં ઉઠી ગઈ. જો યુએસની આવી હાલત હોય તો બીજા દેશોની શું દશા થઈ હયશે?

 

                    પ્રધાનમંત્રી મનમોહનસિંહએ યુએસની આર્થિક ભયાનકતાની અસર આપડા પર પડે નહીં એના પૂરતા પ્રયત્ન કયરા. બીજા ફેક્ટર્સમાં જોકે એટલી ઝાઝી અસર નોતી દેખાણી પણ સ્ટોક માર્કેટમાં ધરખમ ગાબડું પયડું. જેવુ અમેરિકાની બેન્ક સાફ થઈ ગઈ એવા ન્યૂઝ આયવા, આપણાં ન્યાં પણ લોકોને બેન્કો પરથી ભરોસો ઉઠી ગ્યો. બેન્કના શેર્સ નીચે જાવા લાયગા. ઓછામાં પૂરું વાઇરસ હરકતમાં આવવા લાયગોતો, ઓછા લોકો ડેટા સિક્યોરિટીમાં માનતા. વાઇરસના કારણે સાઇટ બધી સ્લો ચાલવા લાગી. સ્ટોક્સના રેટ એ જ જગ્યાએ સ્થિર બતાવતો. જ્યારે લોકો બીજા દિવસે સેમ રેટ જોતાં તો સ્ટોક્સ ઇન-આઉટ કરતાં, ત્રીજા દિવસે જૂનો રેટ અલગ દેખાડતો. તો ડિમેટમાં રિફલેક્ટ થાતાં પહેલા ભાવ ચેન્જ થઈ જાતોતો.

 

                    બધાને એમ હતું આમાં કે NYSE(New York Stock Exchange)ની વૈશ્વિક મંદી માર્કેટ પાયડી રયું છે. જ્યારે ટ્રોજન__વન વિશ્વના ૮૦% દેશની સરકારી વેબસાઇટ્સમાં ઘૂસી ગયો હતો. જેના કારણે પણ બધા રાષ્ટ્રોની ઈકોનોમી ડાઉન થઈ રહી હતી. જો પબ્લિકને ખબર પયડે કે સરકારી વેબસાઇટમાં ઘૂસેલા વાઇરસના લીધે આ લોચો થયો છે તો સરકાર બોવ મોટી મુશ્કેલીમાં મુકાય. પબ્લિક વળતર માંગે પરંતુ લોકોને પહેલાથી જ NYSE-ગ્લોબલ રિસેશન પર વહેમ હતો. માટે એમ જ રેવા દીધું. અમેરિકા, ચાઈના અને જાપાન જેવા દેશોએ ઇન્ટરનેટ બ્રિચિંગમાં પોતાની કોડિંગ બારેની ફાઇલ એક્સેસ નો કરે એવું સૉફ્ટવેર બનાયવું. જેને આપણે એન્ટિ-વાઇરસ તરીકે જાણીએ સી.

 

                    એન્ટિ-વાઇરસ બેઝિકલી ડેટા એનાલિસિસ કરે છે. મળી રહેલા ડેટામાં કોઈ થ્રેટ કે વાઇરસ નથ ને? મતલબ કોડિંગમાં મૂકેલી ફાઇલ સિવાય અન્ય પર્ટીક્યુલર ફાઇલ/એક્ષટેન્સન એક્સેસ થાવા જાશે તો સિસ્ટમ એને ઘૂસવા નય ધ્યે. જેને સિક્યોરિટી ફાયરવોલ કેવાય છે. વાઇરસ વાળી વાત મને મારા અમેરિકાના મિત્ર પાસેથી જાણવા મળી. જેને હું કોલેજમાં કોડિંગ શીખવાડતો હતો. તેણે રિસ્ક લઈ બધા પૈસા ફાયરવોલ બનાવામાં લગાવી દીધા અને અમેરિકાએ USની બધી ઇન્ટરનેટ લાઇન્સ ફાયરવોલ પ્રોટેકટેડ કરવાનું કાર્ય હાઇ ઈમરજન્સીથી ચાલુ કયરું. ફક્ત પંદર જ દિવસમાં એ માણસ બિલયોનેર બની ગયો. ૩ મહિના તેણે કંપનીમાં કામ કયરું અને પછી રિટાયર્ડ થઈ વેસ્ટ ઈન્ડિઝ બાજુના કોઈ ટાપુ પર સ્થિત થઈ ગયો વિથ ૫૧% ઓફ કંપની રાઇટ્સ.

 

                    ભારત સિવાય અમેરિકા-જાપાન-ચાઈના ફાયરવોલ બનાવી ર્યાતા. બધી મહાસત્તા કોઈને આ બાબતે કઈ કહી નોતા ર્યા. કારણ જેટલો સમય ઇન્ટરનેટ ડાઉન રેવાનુ, એટલો ટાઈમ જે-તે દેશ/મહાસત્તાની ઈકોનોમી પણ નીચે જાવાની હતી. વાસ્તવિકતામાં ત્રણેય દેશોએ રિસર્ચ અને ડેવલપમેન્ટ કયરી પ્રોબ્લમનું સોલ્યુશન લાવી દીધુંતું. અન્ય દેશો સાવ નીચે આવી જાય પસી દેખાડા પૂરતી મદદ કરવાનો અભિનય કરવાના હતા. જેથી નાના દેશોને લોન આયપી પોતાના દેવાદાર બનાવી હકે.

 

                    ભારત સરકાર વર્લ્ડ બેન્ક અને અન્ય દેશો પાસેથી લોન લઈ રહી હતી, જેના આંકડા બ્હાર પાડી રહી ન હતી, માટે આપણાં ન્યાં ૨૦૦૭-૦૮ ગ્લોબલ રિસેસનની ઝાઝી અસર નોતી દેખાઈ રય. મારા પપ્પાએ જીવનની અડધી કમાણી માર્કેટમાં લગાયવી દીધી હતી. માર્કેટ ક્રેશ થાવાના લીધે બધુ લોસમાં ચાલી ર્યું તું. વધ્યા થોડા ઘરેણાં એ અને મારી પાસે હતા એ બધા પૈસા મેં સેફ શીલ્ડ નામની પોતાની કંપની ચાલુ કરવા લગાયવા. પહેલા ગુજરાત સિકયોર કયરું. ડંફાસ નથી ઠોકતો પણ ઓલરેડી સરકારની ગાઈડલાઇંસ હુ જાણતો હતો, અને બહુ સારી રીતે જાણતો હતો કે ટેસ્ટિંગ વગર સરકાર કોઈ સૉફ્ટવેર નહીં લે. તો પહેલા રાજકોટમાં GVCનો કોંટેક્ટ કયરો. કીધું કે અમે તમારું સર્વર રીપેર કરી શકીએ સી અને એ પણ ફ્રી માં. એમને આવું ગાજર આયપુ. જેમાં ફિફ્ટી ફિફ્ટી ચાંસ હતા, એમણે કદાચ ના પાયડી શકે પણ GVCએ ગાજર પૈયકડી લીધું.

 

                    અમારા આઈટી ડિપાર્ટમેંટે કોડિંગ રિસોલ્વ કયરું, ફાયરવોલ મૂકી સર્વર સિકયોર કયરો. સિકયોર કરતાં જ સાઇટ રન કરવા લાગી. વિથાઉટ ટેસ્ટિંગ મારી કંપનીનું સૉફ્ટવેર GVCમાં નાખતા બહુ બધા કોમ્પ્લિકેશંસ ઊભા કરવામાં આયવા અને ઓડિટ બેસાડવામાં આયવી. મારી આઈટી ટિમ ધરખમ હતી. ગાઈડલાઇન્સની અંદર જ અમે ડેટા એનાલિઝ કર્યો હતો. કોઈનો પપ્પો એમાં બ્રિચિંગ ના હોધી હકે એટલું હાઇ લેવલ સિક્યોરિટીનું અમે ધ્યાન રાયખુંતું. બે દિવસ ઓડિટમાં વયા ગ્યા. જાત-જાતની ઓડિટ અને પૂસપરસ અમારા પર થય ને અમે એની તૈયારી રાયખી તી જ. ત્રીજા દિવસે ફરી GVCનું સર્વર ડાઉન થયું. સરકારને અમારી સિક્યોરિટીમાં એક લૂપહોલ મયળી ગ્યું. એમણે અમારૂ એક્સેસ રિમોવ કયરું.

 

                    GVCના આઇટી હેડને અને તેમના ડિપાર્ટમેંટને ખ્યાલ આવી ગ્યો ફાયરવોલ ડીએક્ટિવ કરવામાં આયવું હોય તો જ એવું બને બાકી કોઈ રીતે સર્વર બે દિવસમાં ડાઉન નો થાય. અમારા એક્સેસ પર ફાઇનલ એક્શન લેવાની બાકી હતી. તે કામ આઇટી હેડના હાથમાં હતું. જેવુ એણે એક્સેસ હટાયવું અમે ગેમની બ્હાર... પણ એની પહેલા GVCમાં મિટિંગ થઈ. અમારી પાહે કારણ માંયગુ કેમ સર્વર ડાઉન થ્યુ? મારી ટીમે સાફ સાફ જણાવી દીધું. આ સોફ્ટવેર અમે અનોનીમસ(અનામી)કંપનીને વેચવાના છઈ. ડાઇરેક્ટ નેશનલ લેવલ પર. એના માટે ટેસ્ટિંગ તો કરવું પડે ને? અમે ટેસ્ટિંગ GVC પર કરી નાયખું એટલે બસ, પ્રપોઝલ મૂકવાનું જ બાકી રયું.”

“સર્વર કેમનું ડાઉન થયું?” આઇટી હેડએ પૂછ્યું.

“અમે ફાયરવોલ ROMમાં એક્ટિવ કયરુંતું. તો રોમમાં એક્ટિવ કરવાથી હુ થાય તમે જાણો જ સો. તમારો આભાર કે વગર ટેસ્ટિંગે તમે અમારા સૉફ્ટવેરને ટ્રાયલ આયપો. જે સફળ નિવડ્યો છે. ગુજરાત સરકાર અમારું એક્સેસ રિમોવ કયરશે તો ય કાંય વાંધો નય અમારી પાસે બીજા રસ્તા છે.

 

                    જોકે, એવી શક્યતા નહિવત હતી. પ્રાઈવેટ કંપની અમને ચાંસ આપે. કારણ બધી પ્રાઈવેટ નેટવર્ક પ્રોવાઇડર કંપની ફોરેનની છે. તો અમારા સોફ્ટવેરને ગ્રાન્ટ મેળવવા બધા ફેઝિસ માંથી પસાર થાવું પડે. ડોમેસ્ટિકથી મેઇન હેડક્વાટર્સ સુધી પહોંચતા-પહોંચતા વરહ લાગી જાય. ન્યાં હુધીમાં બીજા ૨૦ રસ્તા માર્કેટમાં ઊભા થઈ જાવાના. ખરેખરમાં એવું બયનું પણ. હાલ તો GVCને ગાજર લટકાયવું. જો પકડે તો ઠીક બાકી, ઉઠમણું થાવાનું હતું અમારું...

 

*

 

                    સરકાર પર દબાણ વધી રહ્યું હતું. આ એક એવો ટાઈમ બોમ્બ હતો જે ગમે ત્યારે બ્લાસ્ટ થવાનો હતો. ટીક-ટીક ચાલુ થઈ ગયું હતું. વિશ્વમાં બધા દેશોની આ જ સ્થિતિ હતી. જો સર્વર રીપેર થયા પહેલા લોકોને ખ્યાલ આવે કે વાઇરસના લીધે ઈકોનોમી નમી રહી છે. માર્કેટ નીચે જય રહ્યું છે તો સરકાર પાસે લોકો તેમના પૈસા પાછા માંગવા લાગે પણ જો સર્વર ઠીક કરી દે અને પછી ખબર પડે તો સરકાર પર બ્લેમ આવવાના ચાંસ ઓછા થઈ જાતાં હતા.

 

                    GVC પાસે વિકલ્પ નતો બચતો. ઉપરથી પ્રેશર વધી રહ્યું હતું. આમાં હવે GVCના બધા અધિકારીઓની નોકરી જોખમમાં આયવી ગઈતી. કારણ જો તેમણે અમારું એક્સેસ રિમોવ કયરે અને આગળ ખબર પડે કે અમે સર્વર સિકયોર કરી હકતાતા અને અમને રોકવામાં આયવા તો બધા ઉપરી અધિકારીઓને નોકરીમાંથી કાયઢી મૂકવામાં આવી હકે. માટે GVCએ એક્સેસ રિવોક નો કયરું ને આગળ કોન્ટ્રાક્ટ બનાવાની કામગીરી ચાલુ કયરી.

 

                    અમદાવાદથી ૨ અધિકારીઓ આયવા હતા, બોવ ચીકણા હો... એટલી લપ કયરી કોંટ્રેક્ટમાં ચેન્જ લાવવા માટે, ૫૧% પાર્ટનરશિપ માંયગી મારી જોડે, ‘ને એવી વિચિત્ર ડીલ મારી આગળ મુક્તા કે હસવું આવે આપણને પણ અમારી ટિમ અડીખમ રઇ. અમારા CFO(Chief Financial Officer)એ કય દીધું તમે અમારો અને સરકાર બંનેનો ટાઈમ વેસ્ટ કરો છો. છેવટે અમારી મરજીના કોંટ્રેક્ટ સાઇન કરવા ગવર્નમેંટ ઓફ ગુજરાત રાજી થઈ. અમારે પણ થોડા રિસ્ટ્રીક્સન, પોલિસી સાથે અગ્રી થાવું પયડું.

 

                    ગુજરતના બધા ગવર્નમેંટ નેટવર્કમાં ફાયરવોલ લાદવાનો નિર્ણય લેવામાં આયવો. ગાંધીનગરમાં બીજી બ્રાન્ચ નાયખી. ૨૦૦૯માં ઇંડિયન રેલ્વે કરતાં વધારે લોકોને અમે હાયર કયરા હયશે. નોર્થ અને ઈસ્ટ ઈંડિયામાંથી બહોળા પ્રમાણમા આઇટી ઇજનેરો જોડાયા. મેં એમને વિશ્વાસ અપાયવો:વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર! પહેલા તો GU(ગુજરાત યુનિવર્સિટી) નેટવર્કમાં ફાયરવોલ એક્ટિવ કયરું. એમ કરતાં ઇન્ટરનેટ સ્પીડ અર્ધી થઈ ગઈ. કારણ બેંડવીથમાં સરકારે અમને આપેલી પોલિસી મુજબ બહુ ઓછા ડેટામાં એક્સેસ આપવાનો નિર્ણય થયો હતો. ડેટા રીડ કરવામાં પણ સિસ્ટમ ખૂબ જ લોડ લેતું. કારણ હિસ્ટ્રી જેમ બધો ડેટા લોકેશન સાથે રેકોર્ડ કરવામાં આવતો. એ રીતે બધી સાઇટ અમે  કોન્ટ્રાક્ટ બેસિસ પર સિકયોર કયરી.”

 

“આ તો તમે સરકારને લૂંટી કેવાય, પોતાના અંગત સ્વાર્થ માટે...” શાલકીએ કહ્યું.

 

                    “શાલકી, આ દુનિયા બોવ હયલકી સે, પૂરી વાત સાંભળ. ગુજરાત ગવર્નમેંટની બધી વેબસાઇટ નોર્મલ થઈ બાદ ભારત સરકારને વાત કયરી. તામિલનાડુમાં માલવેર સૉફ્ટવેર બનાવાનું કામ શરૂ થઈ ગયું હતું. માટે અમારી હળી કરવાનો તેમને પૂરતો સમય મળી ગયોતો. મારી ઓફિસમાં આવી અમારું કામ બંધ કરાવી ઓડીટ ચાલુ કયરી. બધા કંપયુટર જપ્ત કરી લેવામાં આયવા કારણ અમારી પાસે ગવર્નમેંટ સાઇટનો સર્વર હાથમાં હતો. ધ્યાનથી સાંભળજે સર્વર હાથમાં હતો, એક્સેસ નતું. અમે સાઇટમાં કાંય ચેન્જ નો કરી શકીએ પણ એવા આરોપ લાયગા કે અમે ચેન્જ કરી શકીએ. પ્રોપર ટેસ્ટિંગ અને લીગલ ઓડિટ વગર એક્સેસ મેળવી જ કેવી રીતે શકો છો? એવા પ્રશ્નો ઉયઠા.

 

                    વી વર જસ્ટ ટ્રાઈંગ ટુ હેલ્પ ગવર્નમેંટ. એન્ડ વોટ ધેય ડિડ ટુ અસ?(અમે ફક્ત સરકારની મદદ કરવા માંગતા હતા અને તેમણે કેવું કર્યું અમારી સાથે?) મને અને મારા CFOને સચિવાલયમાં કેદ કરી લેવામાં આયવા અને અમારા પર દબાણ કરવામાં આયવું કે ભારત સરકાર સાથે કોંટ્રેક્ટ કરે, એમની કંડિશન્સ મુજબ.

 

                    આખા દેશની સાઇટ્સને સિકયોર કયરી મોનીટર કરવું ચેલેંજિંગ અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. ઇનો તો વાંધો નય સાઉથમાંથી આઇટી ફીલ્ડના માણસો હાયર કરી લેવી પણ સરકાર અમને મગફળી જેવી સેલેરી આપવાની વાત કરે. જસ્ટ વિચાર કર રોજજે ૮૦થી૯૦ કરોડનું નુકશાન સરકાર ભોગવતી હતી, એવરેજ. ને અમે એના ૧૫૦% જેટલું ફંડિંગ માંગી રહ્યાતા. ખાલી કરંટ ટાઈમનું નો વિચાર, આગળના સમયને સિકયોર કરવાની વાયત હતી. કાંય આવી ઓફર હવામાં જ નોતી મૂકી. અમારી સ્લેટ સાફ હતી માટે કોઈ બીજા એક્શન નો લેવાયા.

“આટલા તો અદાણી ગ્રૂપ પણ સરકાર પાસે નતું માંગતુ. કશુક વિચારીને પ્રપોઝલ મૂકો.” અમદાવાદથી આવેલા ઓફિસર મને બોયલા. મેં કહ્યું:

“અદાણી ગ્રૂપ વગર દેશ હાલી હકશે. અમારા વગર નય. હોસ્પીટલમાં મરીઝને ઑક્સીજનની જરૂર હોય તો ઑક્સીજન જ આપવો પડે, એમ નો કેવાય ન્યૂરોસર્જરી કરાવી લે?” બોલી ને હું પોતે વિચારમાં પયડો કે આ ઉદાહરણ બંધ બેયસુ કે નય?

“હેં?” ઓફિસરને ન સમજાયું.

“ઈ, ઈ જ. જે તમે હમજ્યા..” અમદાવાદી ઓફિસર મારી સામે જોઈ રહ્યો.

 

                    સાઉથવાળા સૉફ્ટવેર બનાવામાં હજી ટાઈમ માંગી રયા તા. એમનું સૉફ્ટવેર રેડી થાય ત્યાં સુધી ગવર્નમેંટે SEનો અમારી હારે ૬ મહિનાનો કોંટ્રેક્ટ કયરો. સળંગ ૩ રાત-દિવસ ડેટા એનાલિસ કયરા બાદ સર્વર રન થયો. બાદમાં MTNLનો કોંટ્રેક્ટ કયરો. જેમાં બોવ વાર લાગી. કારણ MTNLમાં બહુ રિસ્ટ્રીક્સન હતા. એ જ ગાળામાં BSNLનો કોંટ્રેક્ટ કરવાનો હતો. MTNLમાં નવેસરથી કોડિંગ કરવું પયડું... ત્રણ મહિના એમાં વયા ગ્યાં પણ અમે MTNL સિકયોર કયરૂ ખરું. પછી સમાચાર આયવા કે સાઉથવાળા મ્ણે એન્ટિ વાઇરસ બનાવી નાયખું છે. BSNL અમારા હાથમાંથી વયુ ગ્યુ. બધી સરકારી વેબસાઇટમાં સાઉથવાળાએ બનાવેલું એન્ટિ વાઇરસ રન કરવામાં આયવું. ૧૭ કલાકમાં બધી વેબસાઇટ જંક ફ્રી થઈ ગઈ. છતાં, SE અઠવાડિયું ડાઉન રહ્યું, ટ્રાફિકના લીધે. અમારો કોંટ્રેક્ટ ત્રણ મહિના બાદ પૂરો થ્યો.

 

                    પેલા ઓફિસરની વાત માની ગવર્નમેંટમાં કંપની મર્જ કરી દીધી હોત તો કદાચ ફાયદામાં રેત. કે એટલીસ જોબ સિક્યોરિટી અને અત્યાર સુધીની મહેનતના રૂપિયા તો મળી જાત પણ એમ કરવાથી અમે માર્કેટમાં નો રહી હક્યા હોત. આવી ઐતિહાસિક ક્ષણના નાયક નો બની હકયા હોત. હજી અમે બિઝનેસમાંથી ફેંકાઇ ગયા નોતા. અમે નવા હતા માર્કેટમાં અને ઇંપ્રેશન સારી બયની હતી. ચાર પાંચ વર્ષ બધા એમ્પ્લોયઝને પગાર આપી હકીએ એટલી ક્ષમતા ત્યારે હતી પણ પાંચ વર્ષ પછી શું? એના કરતાં લોંગ શોટ મારવાનું મેં વિચાયરું. ઓલરેડી ૧૦૦ કરોડની કેપ અમે ક્રોસ કરી દીધી હતી. માર્કેટમાં બધા શોક થઈ ગયા હતા. કંપનીને ૬ મહિના જ થયા હતા ન્યાં અમે IPO ઇસ્યુ કયરો. ઇન્ફૉસાઇઝ, વેસપ્રો, ઇન્ફિરીમ, ઇસીએસ બધી કંપનીઓના હાલ બેહાલ થઈ ગ્યાંતા કે માર્કેટમાં કોમ્પિટિશન આયપવા નવી એક કંપની જોડાણી:સેફ શીલ્ડ. પહેલા જ વીકમાં સારા એવા બ્રોકર્સ અને ઇન્વેસ્ટર્સે રોકાણ કયરું. સેફ શીલ્ડના શેર ૩૦૦ વયા ગ્યાં. લગભગ ડબલ. છતાં, ઇસીએસ ૧૧૦રૂ. આગળ હતી. અમે સેફ શીલ્ડની ડાયરી-કેલેન્ડર બનાવડાવ્યા. ટેલિકોરના આઇટી વિભાગ હારે અમે સર્વર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ કયરો. ગાડી પાટા પર આવી રહી હતી.

 

                    માર્કેટ રાઇઝ થતાં. બધી આઇટી કંપનીના શેર્સ વયધા કારણ બધા પ્રોવાઇડર અને પોર્ટલ યુઝ કરવા વાળા બિઝનેસમેન્સ, ઓફિસ, અને એડ્યુકેશન સેન્ટર ઇન્ટરનેટ નેટવર્ક સ્ટ્રોંગ કરવામાં લાગી પયડા. એમાં અમે ફાવી ગ્યાં પણ લોચો એ થયો કે GVCએ સેફ શીલ્ડના ૩૮% શેર્સ એક્વાયર કયરાતા. એમણે એમના શેર ફ્રીઝ કરી દીધા નો ઇન-નો આઉટ. બીજી આઇટી કંપની સાથે રેગ્યુલર ગેમ રમાઈ. જેટલા નાના ઇન્વેસ્ટર્સે સ્ટોક મૂકી રાયખાતા ઈ માર્કેટ અપ થતાં કાયઢી નાયખા અને માર્કેટમાંથી ઊભા થઈ ગયા. થોડીવાર માટે બધુ સંકેલી લીધું. ને પછી સત્યમ કંપયુટર્સનું સ્કેમ બારે આયવું. એ જ ગાળામાં ટેલિકોર હચમાં મર્જ થઈ ગઈ તો એ પ્રોસેસ પણ ગઈ અમારી પાસેથી. પછી ખરેખરમાં માર્કેટ ક્રેશ થયું. આગળ જે ઘોટાળો થયો, એમાં મોટા બિઝનેસમેન પોતાના રૂપિયા ગાર્ડ કરવામાં પયડાતા, ત્યાં નાના ઈન્વેસ્ટર્સ ફ્રીઝ થઈ ગયા હતા. બેર્સ(bears) બધુ શાંત પડવાની વાટ જોતાંતા.

 

                    મોટા ઈન્વેસ્ટર્સ નવા સ્ટોક લેવા જાય એ પહેલા જ પડતી આયવી. જેના કારણે ફુગાવો ફેલાયો. ઘણા જૂના માર્કેટ ક્રેસથી જ બ્હાર નોતા આયવા ને કેટલાકના ધંધા બંયધ થઈ જ્યાંતા. GVCએ માર્કેટ ભાવમાં સેફ શીલ્ડના બધા શેર કાયઢી નાયખાતા. જે એમણે મફતમાં લીધા હતા અમારી પાસેથી. IPO પડ્યો સીધો માઇનસ ૪૦!

 

                    ના છૂટકે IPO બંયધ કરવો પયડો. આમ તો કાંઇ બયચુ જ નતું. કોઈ નવા બાયર શેર નોતો ખરીદવાના. માટે અમે જ GVC પાસેથી શેર્સ લઈ લીધા. જેથી માર્કેટમાં બોવ બદનામી થઈ. બધી આઇટી કંપનીઓ પર ૨૦૦૮માં જેવુ બેન્ક સાથે થયું એવું થઈ રહ્યું હતું. લોકોનો ભરોસો ઓછો થાતાં આઇટી કંપનીઝના શેર્સ નીચે ઉતયરા. ગુજરાત વીજ કંપની(GVC) પાસે અમે લોન માંયગી. જ્યારે એમને જરૂર હતી ત્યારે અમે એમને મદદ કયરી હતી. GVCએ ૬ મહિના સેલેરી પે આઉટ કયરી હકાય એટલી લોન આયપી.

 

                    સત્યમ કંપયુટર્સ સ્કેમ બાદ કોઈ કંપની અમારા જેવી નવી આઇટી કંપની હારે કામ કરવામાં જોખમ હમજતી હતી. એક મહિનો વગર કામે બેહી ર્યા. કંપનીનું ફંડિંગ ઘટી રયુંતું. ઈન્ફો સાઇઝ, ઇસીએસ જેવી કંપની પાસે મદદ માંગી, જો મદદ નો કરી હકે તો ઓછામાં ઓછું સેફ શીલ્ડ એક્વાયર કરી લે, એમની હારે મર્જ કરી લે પણ કોઈ અમારી મદદે નો આયવું. બધાયને બાનું મળી ગયું ગ્લોબલ રિસેસન, સ્ટોક્સ ડાઉન વગેરે. બોર્ડના આદેશથી ૫0% કર્મચારીઓને છૂટા કરવા પયડા. જેથી એક વરસ સસ્ટેન કરી હકી. આ કામમાં મુશ્કેલી એટલે ના પયડી કારણ એક પોઈન્ટ પર બધાયને લાગતુંતું કંપની ઉઠવાની સે. છતાં, ઘણા કર્મચારીઓ બાવરા અને બેબાકળા થઈ જ્યાંતા. મને મારા જ શબ્દો ખોખલા લાયગા:વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર. વગર પ્રોજેકટે ૪ મહિના બેસી રહ્યા. બેંકરપ્સી જાહેર કરવી પયડી. GVCએ બંને ઓફિસ અને બધી સિસ્ટમ સીલ કયરી લીધી. સેફ શીલ્ડ પર ઓફિશ્યલ તાળું વાયગુ. તોય, GVCને ૧૫કરોડ આપવાના નીકળતા હતા. અંતે કંપની બંધ કરવી પયડી! વી લોસ!


 *

(ક્રમશ:)

Comments

Popular posts from this blog

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)