Posts

Showing posts from August, 2021

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)

Image
રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫) GVC પાસેથી મળેલું ફંડિંગ અને ઇનિશ્યલ નાણાં ડેન્માર્કવાળા અકાઉન્ટમાં રાયખા’તા. અમેરિકાવાળા ભાયબંધની મદદે ‘ઈકામારુ’ નામની સોશ્યલ સિક્યોરિટી કંપનીની ઓનરશિપ લીધી. ‘ને ડેન્માર્કથી પૈસા નાયખા યુએસ ‘ઇકામારુ’માં. ભારતમાં પહેલી ‘ઈકામારુ’ કંપનીની બ્રાન્ચ રાજકોટમાં ખોયલી. મારા સિવાય કોઈ નથી જાણતું. ‘ઇકામારુ’ ખાલી નામ છે. તેનો ઓનર હું પોતે જ છું. અમેરિકાની ફોરેન લેબર પોલિસીના કારણે ‘ઈકામારુ’ નામની મેડઅપ કંપની લીગલ દસ્તાવેજથી ચાલુ કયરી. અફકોર્સ મારા નામથી કંપની ચાલુ કરું તો લોસમાં જવાની સંભાવના રહે. ‘ને પાછું લીગલ-ફાઈનાન્શિયલ ઇસ્યુઝ રહે. ઇકામારુથી મેં પોતાને ડિવિઝનલ મેનેજરની પોસ્ટ ઓફર કયરી. કોણ રાજકોટમાં આઇટી કંપનીમાં કામ કરવા નો માંગે?‘ને આઇટીવાળાને ગાજર લટકાયવૂ બીજી કંપનીઓની જેમ, ફોરેન જવા માટે. એટલે જલ્દી-જલ્દી માણસો હાયર કયરા. મેં જે લોકોને નોકરીમાંથી કાયઢા’તા. એ બધાને અમે પાછા બોલાયવા. જેમાંથી ઘણા જોડાયા. ‘ને DDoSનો કોન્સેપ્ટ લાયવા. DDoS એટલે Distributed Denial of Service. સાધારણ ભાષામાં એન્ટિ વાઇરસ જેવુ કામ હતું. જે-તે કંપનીના પોર્ટલ-વેબસાઇટને પ્રોટેક્ટ ક...

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૪)

Image
  રાજકોટ સાઈડ સ્ટોરી ( પ્રકરણ:૪)   (છેલ્લો એક મહિનો બાકી)                       એ દિવસે ધીરેનભાઈ અને નિશાંત સાથે ચા-નાસ્તો કરવા બેઠા હતા. ધીરેનભાઈ ગ્રીન ટી ફૂંક મારી ઠારી રહ્યા હતા. નિશાંતને મોડુ થતું હતું તો તે ફટાફટ ગ્રીન ટી પી ગયો. “હું જાવ છું. સાંજે મળીએ.” ઊભા થતાં બોલ્યો અને મોરિ પાસે ગયો. પાણીથી મગ સાફ કરી , પાણી સોંસરવો કાઢ્યો. તેના ફોનમાં કોલ આવી રહ્યો હતો. ફટાફટ હાથ લૂંછી , ફોન પર વાત કરતાં કરતાં મગ રસોડામાં મૂકવા ચાલ્યો.                       ધીરેનભાઈ ધ્યાનથી તેને જોઈ રહ્યા હતા. નિશાંત વાત કરતાં-કરતાં તેના કક્ષમાં ચાલ્યો , પછી ત્યાંથી બેગ લઈ ઓફિસ જવા નીકળી ગયો. એ ગયો એટલે ધીરેનભાઈ બૂમ પાડી બોલ્યા:”લ્યો હાલો , સા ‘ ને થેપલા આવવા દ્યો...”કહી ગ્રીન ટી બાજુમાં સરકાવી. આ ખેલ ઘરના રોજ જોતાં. એમાં પણ બંને જો સાથે ચા-નાસ્તો કરવા બેસતા ત્યારે ધીરેનભાઈએ ગ્રીન ટી...