Posts

Showing posts from October, 2021

રાજકોટ સાઈડ સ્ટોરી(ભાગ:૧૦)

Image
                      તે દર્દથી કણસી ઉઠી. હાથ રહી ગયો છતાં , સીડીનો ઘોડો ઊભો કર્યો અને સોકેટમાં ગોળો ભરાવ્યો. અત્યંત આછા પ્રકાશ સાથે ગોળો જળહળયો. કદાચ , તેના ભાગ્યમાં એટલો જ પ્રકાશ હશે. હાથ સોજાઈ ગયો હતો. એટલો ભાગ લાલઘૂમ થઈ ગયો. અંદર પીડા થઈ રહી હતી. ઘોડો ઘસડી તે બ્હાર આવી અને કરંટ લાગેલા હાથની દવા કરવા લાગી.                       સવાર-સાંજ તે મુખ્ય ઓરડામાં પરદા લગાવતી અને તેની વચ્ચેની જગ્યાને કક્ષ ગણતી. આ સુભીનો કક્ષ , આ ભઈનો કક્ષ , આ મારો કક્ષ. મન ફાવે ત્યારે એમના કક્ષમાં પ્રવેશતી. એમની કાલ્પનિક કૃતિ આંખોમાં ભરતી. ગમે ત્યારે કક્ષ મિટાવી દેતી. પરદો ફેરવી કક્ષનો આકાર લાંબો-મોટો-નાનો કરતી. “અને આ નિશાંતનો રૂમ...ના , ના. એ ક્યાં મારી ભેગું રે ’ વા માંગે છે. એનો રૂમ અમારી જોડે નય.” પેલો બંધ ઓરડો તેણે ખોલ્યો . જ્યાં હતો ફક્ત અંધકાર. એ ઓરડો નિશાંતના કક્ષ તરીકે રાખ્યો. અંધારું હોલવવા ત...