Posts

Showing posts from September, 2021

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૯)

Image
  રાજકોટ સાઈડ સ્ટોરી ( પ્રકરણ:૯) રાજકોટ સાઈડ સ્ટોરી ( પ્રકરણ:૯)                       લાઇટનો ગોળો ચાલુ કરવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. તેણે આમ-તેમ ગોળો ફેરવી જોયો છતાં , ચાલુ ન થતા કાઢીને ફરી હોલ્ડરમાં નાખ્યો પણ કરંટ પસાર ન હતો થઈ રહ્યો , સોકેટ ખરાબ લાગી રહ્યું હતું. માળીયામાં વાયરોના ગૂંચળામાંથી એક સારો વાયર લાવી તે નવું કનેક્શન લગાવી રહી હતી. આમ તો કઈ ખાસ તેને વિદ્યુતનું જ્ઞાન ન હતું પણ હોય શકે છે જ શું ? A-B વાયર જ ભરાવાનાને. એમ વિચારી પોતે ઘોડાની સીડી પર ચઢી બલ્બ લગાવી રહી હતી. અચાનક સોકેટમાં આંગળી ઘૂસતા ૧૧૦ વૉલ્ટનો કરંટ તેની બોડીમાં પ્રસર્યો. ક્ષણમાં જ ભયંકર ઝણઝણાટી શરીરમાં ફેલાઈ. ઝાટકા સાથે તે કૂદી અને આપોઆપ શરીર પાછળ ફેંકાયું , તે જમીન પર પડી અને ડાબી કોર ઘોડો પડ્યો.   *                       મહિમા અગ્રવાલ નિશાંતના જવાબની વાટ જોઈ રહી હતી. તેની પાસે જવાબ ન હત...